Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને....
७४० હોય છે કે થાય છે, એટલો લક્ષ રહે તો સંગનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. (પૃ. ૪OO) અત્રે ઉપાધિનું બળ એમ ને એમ રહ્યા કરે છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ બળવાન ઉદય થાય છે; પ્રારબ્ધ ધર્મ જાણી દવા યોગ્ય છે; તથાપિ નિવૃત્તિની ઇચ્છા અને આત્માનું ઢીલાપણું છે, એવો વિચાર
ખેદ આપ્યા રહે છે. (પૃ. ૪૦૯) T ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે કે, આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્યા કરે તો સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવો પડે, અને જેમાં અત્યંત
અપ્રમાદયોગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય. (પૃ. ૪૦૯) | ચારિત્ર(શ્રી જિનના અભિપ્રાયમાં શું છે ? તે વિચારી સમવસ્થાન થવું.)દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી
જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે, અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું
નથી. બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. (પૃ. ૪૬૧) 1. ગ્રંથિભેદ
આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે: ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે.
(પૃ. ૨૪૯) ... ચિત્ત
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે ર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગોમાં તેમ થાય તોપણ હાનિ માની નથી, તથાપિ આપને કંઇ કંઇ જ્ઞાનવાર્તા દર્શાવાય તો વિશેષ આનંદ રહે છે; અને તે પ્રસંગમાં ચિત્તને કંઇક વ્યવસ્થિત કરવાની ઇચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણાં પ્રવેશ નથી કરી શકાતો. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે; અત્યારે તો બધુંય ગમે છે, અને બધુંય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ
સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. (પૃ. ૨૮૫). D અમારી ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કોઇ કામમાં જેવો જોઇએ તેવો ઉપયોગ રહેતો નથી,
સ્મૃતિ રહેતી નથી, અથવા ખબર પણ રહેતી નથી, તે માટે શું કરવું? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠાં છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઇને દુ:ખરૂપ ન થવી જોઇએ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઇ જાય. બીજા કોઇને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છે; માટે તે રાખશે.