Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ...
૭૨૯
હોવાથી મુંઝવતું નથી, પણ આત્મવાર્તાનો વિયોગ તે મુંઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મુંઝાઓ છો. ઘણી જેને ઇચ્છા છે એવા કોઇ મુમુક્ષુભાઇઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. (પૃ. ૩૭૯-૮૦) આત્મધ્યાન
મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઇ રહ્યો છે કે કોઇ પણ પ્રકારે ઉપયોગ ફ૨ી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે; અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ એવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, તો ઉદાસપણે તેમ કરીએ છીએ; મન ક્યાંય બાઝતું નથી, અને કંઇ ગમતું નથી; તથાપિ હાલ રિઇચ્છા આધીન છે.
નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થંકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું ? વનની મારી કોયલ'ની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. (પૃ. ૩૨૭-૮)
અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી.... ના પ્રણામ પહોંચે. (પૃ. ૩૨૯) અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે ‘શ્રી રાયચંદ્ર’ તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. (પૃ. ૩૩૩)
આત્મભાન
ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઇ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં. અત્ર સમાધિ છે. (પૃ. ૩૨૭)
આત્મભાવ
તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો ક૨વામાં અમને વિષમતા નથી. (પૃ. ૪૩૨)
D કોઇ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઇક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઇનો સમાગમ ઇચ્છતું નથી. કંઇ લખી શકાતું નથી. વધારે ૫૨માર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, કોઇએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે.
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. (પૃ. ૩૧૦)
આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષીણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે.
તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમકે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં