________________
પરમકૃપાળદેવ અને ...
૭૩૬
ઉદીરણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. (પૃ. ૩૩૬-૭) D વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઇક પ્રસંગમાં થવા
દેવું યોગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાય તે કરતાં કંઈક
ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. (પૃ. ૪૯૫) [... ઉદ્વેગ E પરમાર્થનું દુઃખ મટયા છતાં સંસારનું પ્રાસંગીક દુઃખ રહ્યા કરે છે; અને તે દુ:ખ પોતાની ઇચ્છાદિના
કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે અને તે વિટંબના વિષે ચિત્ત કયારેક કયારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આટલા લેખ ઉપરથી તે ઉગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવાં કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્વેગને લીધે કયારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે; અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય
છે. (પૃ. ૩૬૨). [ અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે; એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉગ
મટશે નહીં. (પૃ. ૨૯૩) . ઉપદેશ D અસત્ય ઉપદેશ આપે નહીં. (પૃ. ૧૩૭) .. ઉપમા 1 ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું રહેતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો, નહીં
ઉપમા લખો તોપણ અડચણ નથી. માત્ર ચિત્તસમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. અમને
ઉપમાનું કંઈ સફળપણું નથી. (પૃ. ૪૦૩) [... ઉપયોગ
I એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઇ તેમાં ઉપયોગ ફરી વળે છે. (પૃ. ૬૪૬). . ઉપશમભાવ D યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે
અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે.
(પૃ. ૨૨૦) ... ઉપાધિયોગ
ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એવો કોઇ યોગ આવવાનો નિર્મિત હોય ત્યાં મૌનપણે -