________________
પરમકૃપાળુદેવ અને .
૭૩૭ ઉદાસીનભાવે પ્રવત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. (પૃ. ૨૧૬). I અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઇ છે; અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે.
એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કંઇ નવાઇની વાત નથી. (પૃ. ૨૨૪). | આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઇચ્છિત કરી શકાતું નથી.
આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તમાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. (પૃ. ૩૨૫). યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિયોગે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે.
જ્યાં સુધી આ ઉપાધિયોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહવો એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. (પૃ. ૩૩૨) | ઉપાધિજોગનું અધિકપણું વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિયોગ આપવાની “હરિઇચ્છા' હશે. ત્યાં
હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. (પૃ. ૩૩૪) [ અત્ર ઉપાધિ નામે પ્રારબ્ધ ઉદયપણે છે. ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે;
જે વર્તે છે તે થોડા કાળને વિષે પરિપક્વ સમાધિરૂપ હોય છે. (પૃ. ૩૩૭) I આત્માકાર સ્થિતિ થઇ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદનાને યોગ્ય નથી, તથાપિ
તે તો જે પ્રકારે વેદવે પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કોઇ કોઇ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિજોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી; અને પરમાર્થ સંબંધી કંઇ તમલિખિતાદિ વાર્તા આવે છે. તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે. કારણ કે તેનો હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો તેમને ઇચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે. ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રીઆરિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઇચ્છા પણ દૂભવવાની ઇચ્છા થતી નથી, અર્થાત તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિજોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ‘ઉદાસીન' રહે છે; એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે; એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિષે રોધરૂપ જાણીએ છીએ. (પૃ. ૩૪૭) અમે પોતે ઉપાધિ પ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ, કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું દુર્લભ છે. માટે નિરપાધિવાળાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સેવન અવશ્યનું છે; એમ જાણતાં છતાં પણ હાલ તો એમ જ કહીએ છીએ કે તે ઉપાધિ વહન કરતાં જતાં નિરપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો. (પૃ. ૩૪૮). 3 ઉપાધિ વેચવા માટે જોઇતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે,