________________
પરમકૃપાળુદેવ અને...
૭૨૮ T સર્વ પ્રકારના અસંગ-લક્ષનો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી, દૂર રાખી, અલ્પકાળની અલ્પ
અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે. (પૃ. ૪૭૫) I અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ
ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા.
થાય છે અને થશે તેને નમસ્કાર. (પૃ. ૬૪૨) .. અંતર અનુભવ
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું સ્ક્રય રડે છે. વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઇ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન કયાંથી થાય? ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુકત થવા ઇચ્છતા પરમાર્થ પ્રેમી જીજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમશાંતિના ધામરૂપ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ દયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે
૩૪ શ્રી મહાવીર (અંગત) (પૃ. ૪૯૯) ... અંતરાય | | હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા !
તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ.
(પૃ. ૮૨૩) ... આત્મજ્ઞાન, D ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. (પૃ. ૨૬૫) D સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને
આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના ક્વચિત્ ત્યાગ જેવાં રાખવા પડે છે. આત્મજ્ઞાન વેદક