Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
હેમચંદ્રાચાર્ય
૭૨૫
યશોવિજયજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. (પૃ. ૭૬૯)
D ‘યોગદૃષ્ટિસમુચ્ચય' પાછળથી મોકલીશ. પરમતત્ત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કોઇ સ્થળે ખંડન-મંડન ભાગ સાપેક્ષ હશે, તે ભણી આપની (શ્રી મનસુખરામભાઇની) દૃષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. (પૃ. ૨૦૨)
હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાળ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજઅન્નનો કોળિયો લીધો નહોતો એમ શ્રી કુમારપાળે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચન્દ્રસૂરિ હતા. (પૃ. ૭૬૯)
શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસો વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યાં. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઇ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મપ્રવર્તક હોઇ શકે. અમે તો તીર્થંકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો ૫૨માર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ ક૨વાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઇર્ષ્યા આદિ શરૂ થઇ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના ૨ક્ષણની તેમને જરૂર જણાઇ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઇએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહાત્મ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે.
શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી.
ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિન પ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં. વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. (પૃ. ૬૬૫)
હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ નામે ગ્રંથ રચ્યો છે. (પૃ. ૬૧૪)