________________
નાભો ભગત
નાભો ભગત
નાભો ભગત હતો. કોઇકે ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટયો. તેથી ભગત પર ચોરીનો આરોપ મૂકી કોટવાળ પકડી ગયો. કેદમાં નાંખી, ચોરી મનાવવા માટે રોજ બહુ માર મારવા માંડયો. પણ સારો જીવ, ભગવાનનો ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગોસાંઇજીએ આવીને કહ્યું કે ‘હું વિષ્ણુભક્ત છું, ચોરી કોઇ બીજાએ કરી છે એમ કહે.' ત્યારે ભગતે કહ્યું કે ‘એમ કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખોટું ? મારે ત્યારે હું તો ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું. એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું. ભલે દેહને માર પડે તે સારું – શું ક૨વો છે દેહને !' (પૃ. ૭૦૩)
નેપોલિયન બોનાપાર્ટ
૭૧૪
જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. (પૃ. ૪) પાર્શ્વનાથસ્વામી
પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઇએ છે. નિઃ ૦- એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો ! (પૃ. ૧૫૯)
પ્રીતમ
— અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે ‘ઇશ્વરેચ્છા' જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુભાઇઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરકતપણું રાખવું, સત્પુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. (પૃ. ૩૭૩)
બનારસીદાસ
શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાળી વાણિયા હતા. (પૃ. ૭૭૫)
લોકોમાં ઓધસંજ્ઞાએ એમ માનવામાં આવતું કે ‘આપણને સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્રયસમ્યક્ત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે.' ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું; પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યક્ત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ.
શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ‘નિશ્રયસમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે' તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મોઘમપણે એમ કહ્યું છે કે ‘અમને સમ્યક્ત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે,' તે વાત પણ સત્ય છે; કારણ ‘નિશ્રયસમ્યક્ત્વ' છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે; અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુઅહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી; ત્યાં આગળ ‘નિશ્રયસમ્યક્ત્વ’ કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા સ્થૂળપણે હેતુઅહેતુ સમજી શકાય