Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૧૮
મહાવીર સ્વામી (ચાલ)
સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં
અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા. (પૃ. ૪૧૫) D જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી,
અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઇ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે. એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. (પૃ. ૪૭૫-૬). 1 શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો – ગૃહવાસથી નિવૃત્ત થયે પણ
સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો?
અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેનો હેતુ શો? (પૃ. ૮૦૩) 1 મહાવીર પ્રભુ જે વાટથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો. (પૃ. ૧૩) T મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કોઈ જ્ઞાનીએ કર્યા નથી, તથાપિ
લોકોના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યા. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પોતે વર્ષીદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. માતાપિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે. નહીં તો પોતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પોતાને તો સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે.
(પૃ. ૭૧૫). D મહાવીર સ્વામી ગૃહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જયાં જયાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો
અનંતો ઉપકાર છે. (પૃ. ૭૩૦) E પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું - તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્યાત્માઓ બદ્ધ દીઠા. અનંત મોક્ષપાત્ર દીઠા. અનંત મોક્ષ અપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક
જોયું. (પૃ. ૨૩૨) 1 મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ.
(પૃ. ૧૫૮) જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા
સંપ્રદાયને વિષે નથી. (પૃ. ૪૬૩) |વીરનાં કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. (પૃ. ૧૫૮)