Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
|| શ્રીકૃષ્ણ (ચાલુ)
૭૨૨ D શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા, એમ સ્પષ્ટ
જણાય છે. જે શ્રીકૃષ્ણ કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રીકૃષ્ણ જયારે દેહ મૂકયો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે; અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુકત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરકુમારે
બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૩૪) D V૦ (૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું? એ સાક્ષાત ઇશ્વર હતા કે
તેના અંશ હતા? (૨) તેમને માનીને મોક્ષ ખરો? ઉ૦ (૧) બન્ને મહાત્માપુરુષ હતા, એવો તો મને પણ નિશ્રય છે. આત્મા હોવાથી તેઓ ઇશ્વર હતા.
સર્વ આવરણ તેમને મટયાં હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઇશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિરોધ આપતાં એવાં હજારો પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય કેમકે ઇશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો; અને અજ્ઞાનાદિનો જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઇશ્વરપણું ખોઈ - બેસે; અર્થાત્ ઊલટું જીવના સ્વામી થવા જતાં ઇશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઇશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે ? કેમકે તે જાતે તો કંઈ કર્તાહર્તા ઠરી શકે નહીં. એ આદિ વિરોધથી ઇશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી; તો પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? તે બન્ને અવ્યક્ત ઇશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટયું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. (૨) તેમને માનીને મોક્ષ ખરો કે ? એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગદ્વેષ અજ્ઞાનનો અભાવ અર્થાત તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થસ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઇ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે, મોક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતું નથી; તેના
સાધનનો હેતુ થાય છે, તે પણ નિશ્રય થાય જ એમ કહેવા યોગ્ય નથી. (પૃ. ૪૩૦-૧) શ્રેણિક | જો સમ્યકત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક
પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ
સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. (પૃ. ૫૩૩) | શ્રેણિક રાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુઃખ નથી. (પૃ. ૬૯૦) | સમંતભદ્રાચાર્ય | 1 શ્રી સમંતભદ્રસૂરિ વિ૦ નં૦ બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત
છે. તેઓએ દેવાગમસ્તોત્ર અથવા આપ્તમીમાંસા રચેલ છે. તત્ત્વાર્થસૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તોત્ર લખાયો છે. અને તે પર અષ્ટસહસ્ત્રી ટીકા તથા ચોરાશી હજાર શ્લોકપુર “ગંધહસ્તી મહાભાષ્ય” ટીકા રચાયાં છે. (પૃ. ૬૭૨) દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે,' એવો થાય