Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મહાવીર સ્વામી (ચાલુ)
૭૨૦ આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી ! તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તો તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જોકે દેવતા તો ભાગી જાત. પણ મોહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મોહને જીત્યો છે, તે મોહ કેમ કરે? (પૃ. ૧૯૧) . મહાવીરભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ? એવા વિકલ્પનું શું કામ છે? ભગવાન ગમે ત્યાંથી આવ્યા; પણ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતાં કે નહીં ? આપણે તો એનું કામ છે, એના આશ્રયે તરવાનો ઉપાય કરવો એ જ શ્રેયસ્કર છે. કલ્પના કરી કરી શું કરવું છે? ગમે તેમ સાધન મેળવી ભૂખ
મટાડવી છે. શાસ્ત્રમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ પ્રહરી, બીજી રીતે નહીં. (પૃ. ૭૩૪). મીરાંબાઈ | T મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. વૃંદાવનમાં જીવા ગોસાઇનાં દર્શન કરવા તે ગયાં, ને પુછાવ્યું કે ‘દર્શન કરવા આવું ?' ત્યારે આવા ગોસાંઈએ કહેવડાવ્યું કે “હું સ્ત્રીનું મોં જોતો નથી.' ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે, “વૃંદાવનમાં રહ્યાં, આપ પુરુષ રહ્યા છો એ બહુ આશ્ચર્યકારક છે.' વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનાં દર્શન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તો સ્ત્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરો; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન,
ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.” (પૃ. ૭૦૩). યશોવિજયજી D હરિભદ્રસૂરિએ તે દ્રષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે; અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે
ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. (પૃ. ૭૬૯) I યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયઃ કોઈ ઠેકાણે ચૂકયા નહોતા. તો પણ
છદ્મસ્થ અવસ્થાને લીધે દોઢસો ગાથાના સ્તવન મધ્યે સાતમા ઠાણાંગસુત્રની શાખ આપી છે તે મળતી નથી, તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદેશે માલમ પડે છે. આ ઠેકાણે અર્થ-કર્તાએ “રાસભવત્તિ' એટલે પશુતુલ્ય ગણેલ છે; પણ તેનો અર્થ તેમ નથી. “રાસભવૃત્તિ' એટલે ગધેડાને સારી રીતે કેળવણી આપી હોય તો પણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લોટી જવાનું તેને મન થાય છે; તેમ વર્તમાન
કાળે બોલતાં ભવિષ્યકાળમાં કહેવાનું બોલી જવાય છે. રાજમતી T કોઈ રાજેતી જેવો વખત આવો. (પૃ. ૧૫૯).
| વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડયું; પણ ગુરુએ રાજ લીધું જ
નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એવો ઉપદેશ દઈ પોતાપણું મટાડયું. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જોઇએ. (પૃ. ૭૦૭). જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સપુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા. (પૃ. ૩૩૯)