Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૧૯
મહાવીર સ્વામી (ચાલુ)
| વીરના એક વાક્યને પણ સમજો. (પૃ. ૧૫૮) D મહાવીરના ઉપદેશવચનનું મનન કરો. (પૃ. ૧૨)
મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો. (પૃ. ૧૨) D વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની
શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. (પૃ. ૧૬૯) T બહુ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. (પૃ. ૧૫૮). મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. (પૃ. ૧૦) વીરના માર્ગમાં સંશય કરશો નહીં. તેમ ન થાય તો કેવલીગમ્ય, એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં.
(પૃ. ૧૨) D ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદનાં પ્રશ્નો પૂછયાં; તેનું, સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે
મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યું. (પૃ. ૯૪) | શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમતી મહાવીર સ્વામીએ સમ્યફનેત્ર આપ્યાં હતાં.
સમ્યફનેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે. (પૃ. ૧૫૮) I હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છબસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છ છછે
સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત પ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદ્ગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા
પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (પૃ. ૨૩૩) 0 શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય ! “માહણ', “શ્રમણ', ભિક્ષુ
અને નિગ્રંથ' એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વીતરાગઅવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા શ્રી મહાવીર સ્વામી સમીપે ગોશાલાએ આવી બે સાધુને બાળી નાંખ્યા, ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને “હું ગુરુ છું, આ મારા શિષ્ય છે' એવી ભાવના નથી તેને તેવો કોઇ પ્રકાર કરવો પડતો નથી. “હું શરીરરક્ષણનો દાતાર નથી, ફકત ભાવઉપદેશનો દાતાર છું; જો હું રક્ષા કરું તો મારે ગોશાલાની રક્ષા કરવી જોઇએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે' એમ વિચાર્યું. અર્થાત્ તીર્થકર એમ મારાપણું કરે જ નહીં. (પૃ. ૬૯૧). શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદૂભૂત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે ! આવી અનુકંપા