Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
બાહુબળજી (ચાલુ)
૭૧૬ ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગ્નમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડયો છે. “વીરા મારા ગજ થકી ઊતરો.” એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણગોચર થતાં સુવિચારે સજ્જ થઇ, માન મોડવા તૈયાર થતાં કૈવલ્ય પ્રગટયું. તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે.
(પૃ. ૮) બુદ્ધ (શુદ્ધોદન) | D બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો.
(પૃ. ૭૭૮) D મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ
ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા.
(પૃ. ૪૯૧) T બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધ કર્યો છે, જે હજુ સુધી કાયમ છે.
બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ઘર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધ સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો.
જગતસુખમાં તેઓની સ્પૃહા નહોતી. (પૃ. ૭૮૦) D V૦ બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો? ઉ0 તેના શાસ્ત્રસિદ્ધાંતોને આશ્રયે. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જો તેમનો
અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે; અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; એ તેમનાં કહેલાં શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો
હતો તો તે કરણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કંઇ નથી. (પૃ. ૪૨૯-૩૦) T બુદ્ધભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે; એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. (પૃ. ૧૯૩).
D V૦ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તે કોણ? ઉ૦ સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે તથા તેવાં
બીજાં કારણોથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારું વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાર્થે