________________
૭૧૧
ગૌતમસ્વામી || ગજસુકુમાર T કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહાસુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે
ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્રધ્યાનમાં રહ્યા હતા, ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું. સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાનો દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો એ સ્મશાનમાં જયાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધભાવથી કાયોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઈધન પૂર્યું એટલે મહાતાપ થયો. એથી ગજસકુમારનો કોમળ દેહ બળવા માંડયો એટલે તે સોમલ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુ:ખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના દયમાં જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધો કે જો ! તું એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થોડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઇ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઈએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોઘ કરે છે ! (પૃ. ૮૯)
ગજસુકુમારની ક્ષમા અને રામતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. (પૃ. ૧૫૯) 0 સમષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. (પૃ. ૧૦)
તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર
વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી. (પૃ. ૩૭૪) T મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. (પૃ. ૧૫૯) ગૌતમસ્વામી D ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદનાં પ્રશ્નો પૂછયાં; તેનું, સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે
મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યું. (પૃ. ૯૪) | ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપજયું છે. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું “ના. ના. એટલું બધું હોય નહીં. માટે આપ ક્ષમાપના લો.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તોપણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે “મહારાજ! સંત વચનનો મિચ્છા મિ દુકકડે કે અસદ્દભૂત વચનનો મિચ્છા મિ દુકકડ ?' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસભૂત વચનનો મિચ્છા મિ દુકકડ.” ત્યારે આનંદશ્રાવકે કહ્યું : “મહારાજ ! હું મિચ્છા મિ દુકકડ લેવાને યોગ્ય નથી.” એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછયું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે