________________
૭૧૦
કબીર (ચાલુ)
(પૃ. ૩૭૩) D શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી
જીવો થયા, અને તેમનામાં જે જે અંગે જાગૃતદશા ઉત્પન્ન થઇ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને
અનુભવ પણ લક્ષગત થાય છે. (પૃ. ૪૯૭) | કાર્તિકસ્વામી | T કાર્તિકસ્વામી એ ભૂમિમાં (મદ્રાસ ભણી) બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલ
વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી
હતી. (પૃ. ૧૭૧) | કુંદકુંદાચાર્ય) | કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ
સ્થિત હતા. (પૃ. ૪૫૮) | શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અપ્રાભૃત) રચેલ છે. પ્રાતભેદ – દર્શનપ્રાભૃત, જ્ઞાનપ્રાભૃત,
ચારિત્રપ્રાભૃત, ભાવપ્રાભૃત, ઇત્યાદિ. દર્શનપ્રાભૂતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. (પૃ. ૭૬૪) D હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં
છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. (પૃ. ૮૨૪). કેશીસ્વામી T કેશીસ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે “જડ જેવો”, “મૂઢ જેવો, કહ્યો હતો તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટે હતું. જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધો છે. જ્ઞાનીનાં વચનો અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. બાળજીવો એમ વાતો કરે છે કે છબસ્થપણાથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા; પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણી નીકળી
હતી. (પૃ. ૬૯૮) D કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તોપણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા
હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું, “હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લો.' વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં. (પૃ. ૨૯૨) કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા ! બન્નેનો એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં. આજના ઢુંઢિયા અને તપાને તેમ જ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલોક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં. (પૃ. ૭૦૨)