________________
અખા ભગત
૭૦૮
અખા ભગત અક્ષય ભગત કવિએ કહ્યું છે કે :
કર્તા મટે તો છૂટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ; જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી;
તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અને ઝટકયા હાથ'. (પૃ. ૩૦૨) | અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે
“ઇશ્વરેચ્છા” જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષભાઇઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરકતપણું રાખવું, સત્પરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્યરષનો સમાગમ ગણવો..
(પૃ. ૩૭૩). | આત્મારામજી D શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી. ખંડનમંડનમાં ન ઊતર્યા હોત તો સારો ઉપકાર કરી
શકત. તેમના શિષ્યસમુદાયમાં કંઇક સરલતા રહી છે. કોઇ કોઇ સંન્યાસીઓ વધારે સરલ જોવામાં
આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઇએ. (પૃ. ૬) આનંદઘનજી | | શ્રી આનંદઘનજીનું બીજું નામ ‘લાભાનંદજી' હતું. તેઓ તપગચ્છમાં થયા છે. (પૃ. ૭૭૦) D કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. (પૃ. ૪૫૮)
શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકાર-પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઇ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ
પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યાં. પણ આનંદઘનજી તો અપ્રગટ રહી તેમનું હિતા કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનઘજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. “ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપરા અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ના