________________
૭૦૯
કબીર
આવ્યું હોત તો ખબર ન પડતી કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના?
(પૃ. ૬૫-૬). I સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહંત
ભગવાનનું સ્વરૂપ મૂળદૃષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહંત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ
એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. (પૃ. ૫૭૧). D આનંદઘનજીની ચોવીશી મુખપાઠ કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ
કરશો. (પૃ. ૬૬૪). કબીર 'મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત, અને સર્વોત્કૃષ્ટ હતી,
તેમ છતાં તે નિઃસ્પૃહી હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી; તેમ કર્યા સિવાય જોકે ઇશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાસ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. (પૃ. ૨૭૯) D શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઇથી લોકો પજવવા માંડયા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું
અનુકરણ ન કરવું. (પૃ. ૬૬૭) 0 સતને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની સાથેની ટૂંક લખી છે :
કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેના જી.” એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. (પૃ. ૨૫૮). D આજે આપનું કૃપાપત્ર મળ્યું. સાથે પદ મળ્યું. સર્વાર્થસિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે
સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ
પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. (પૃ. ૨૩૧). 1 અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે
“ઇશ્વરેચ્છા' જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષભાઇઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરકતપણું રાખવું, સત્પરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પષનો સમાગમ ગણવો.