Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭O૭
સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા (કાર્તિકેયસ્વામી) | “કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે; તે પ્રમાણે પુદ્ગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યફપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાનીપુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઇ રહેવું જોઇએ; કારણ તે દીધા વગર છૂટકો થવાનો નથી. (પૃ. ૭૮૫) “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વૈરાગ્યનું
માં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર શ્લોક અદભુત છે. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને. (પૃ. ૬૭૧) T સર્વ સાવદ્ય આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અઈ પ્રહરપર્યત “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' આદિ ગ્રંથની પ્રત
કરવાનો નિત્યનિયમ યોગ્ય છે. (ચાર માસ પર્યંત.) (પૃ. ૬૪૧)
IT ]