Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૦૫
સ્વરોદયજ્ઞાન (ચાલુ) | - નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન;
તામેં નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન. શરીરમાં નાડી તો ઘણી છે; પણ ચોવીસ તે નાડીઓમાં મુખ્ય છે; તેમાં વળી નવા મુખ્ય અને તેમાં પણ વિશેષ તો ત્રણ જાણ. હવે તે ત્રણ નાડીનાં નામ કહે છે :
ઈગલા પિંગલા સુષુમના, એ તીનું કે નામ;
ભિન્ન ભિન્ન અબ કહત હું, તાકે ગુણ અરુ ધામ. ઈગલા, પિંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે; હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાનાં સ્થળ કહું
અલ્પાહાર નિદ્રા વશ કરે, હત સ્નેહ જગથી પરિહરે;
લોકલાજ નવિ ધરે લગાર,
એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર, એટલે નિયમિત નિદ્રાનો લેનાર; જગતનાં હેત પ્રીતથી દૂર રહેનાર; (કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લોકની લજ્જા જેને નથી; ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર.
આશા એક મોલકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય;
ધ્યાન જોગ જાણો તે જીવ,
જે ભવદુઃખથી ડરત સદીવ. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે; અને સંસારના ભયંકર દુ:ખથી નિરંતર જે કંપે છે; તેવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો.
પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે;
કરે સહુ વિકથા પરિહાર;
રોકે કર્મ આગમન દ્વાર. પોતાના મુખથી જેણે પરની નિંદાનો ત્યાગ કર્યો છે, પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે; સ્ત્રી, આહાર, રાજ, દેશ ઇત્યાદિક સર્વ કથાનો જેણે છેદ કર્યો છે; અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે.
અહર્નિશ અધિક પ્રેમ લગાવે, જોગાનલ ઘટ માંહિ જગાવે;
અલ્પાહાર આસન દૃઢ કરે, નયન થકી નિદ્રા પરિહરે.