________________
૭૦૩
સૂયગડાંગસૂત્ર(ચાલુ) D પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે.
તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (સૂયગડાંગ) (પૃ. ૩૯૧) | જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઇ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ (બધા વિભાવપરિણામથી થાકવુ, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે “શાંતિને જ્ઞાની પુરુષે કહ્યો છે. (સૂયગડાંગ) (પૃ. ૩૯૧).
जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ||२२|| जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो ।
સુદ્ધ તેસિં પરવત પર્દ હો સવસો //રરૂા. ઉપર જ્યાં “સફળ” છે ત્યાં “અફળ” ઠીક લાગે છે, અને “અફળ છે ત્યાં “સફળ’ ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે? તેનું સમાધાન કે : લખિત દોષ નથી; સફળ છે ત્યાં સફળ અને
અફળ છે ત્યાં અફળ બન્ને બરાબર છે મિથ્યાવૃષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યફષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત નિર્જરા છે. એકની, મિથ્યાવૃષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યફષ્ટિની ક્રિયાનું સંસારહેતુક
અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. (પૃ. ૬૭૪). n “સૂયગડાંગ'નો જોગ હોય તો તેનું બીજું અધ્યયન, તથા ઉદપેઢાળવાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમ જ “ઉત્તરાધ્યયન'માં કેટલાંક વૈરાગ્યાદિક ચરિત્રવાળાં અધ્યયન વાંચતા રહેજો. (પૃ. ૩૩૫) જૈનસૂત્રો હાલ વાંચવાની ઇચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે યોગ્ય પણું હોવું જોઇએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી; તથાપિ બીજાં પુસ્તકોની ગેરહાજરી હોય, તો ‘ઉત્તરાધ્યયન” અથવા “સૂયગડાંગ'નું બીજું અધ્યયન વાંચશો, વિચારશો. (પૃ. ૨૮૮). વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે બેથી ચાર ઘડી સુધી મુનિઓએ હાલ “સૂયગડાંગ' વિચારવું
ઘટે છે, - શાંત અને વિરક્ત ચિત્તથી. (પૃ. ૫૬૯) 0 પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે બીજું વાંચ્યું એમ ન
કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઇક કોઇક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઈક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઇક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઇક જગ્યાએ સુગમ છે; તો નિયમપૂર્વક વાંચવાં. યથાશકિત ઉપયોગ દઈ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું. (પૃ. ૬૮૬)