Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૯૭
D ‘ષટ્દર્શનસમુચ્ચય’ અવલોકવા યોગ્ય છે. (પૃ. ૬૬૨)
‘ષટ્દર્શનસમુચ્ચય' કંઇક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. (પૃ. ૪૮૫)
I શ્રી ‘ષદર્શનસમુચ્ચય' ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઇ નથુભાઇએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે. શ્રી મણિભાઇએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. (પૃ. ૬૬૧)
D‘ષદર્શનસમુચ્ચય' ને ‘યોગદૃષ્ટિસમુચ્ચય' નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. ‘ષફ્દર્શનસમુચ્ચય’ નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. (પૃ. ૬૭૧)
સમયસાર નાટક
સમયસાર (કુંદકુંદાચાર્ય)
D ઇશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે ‘સમયસાર'નું વાંચન કરવું યોગ્ય છે; અર્થાત્ ઇશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે.
O
‘નિશ્ચય'ને વિષે અકર્તા; ‘વ્યવહાર’ને વિષે કર્તા, ઇત્યાદિ જે વ્યાખ્યાન ‘સમયસાર’ને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકા૨ સમજવા યોગ્ય છે. (પૃ. ૩૩૪)
‘મૂળ સમયસાર'માં એટલી બધી સ્પષ્ટ વાર્તા ‘બીજજ્ઞાન' વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે. (પૃ. ૪૧૬)
શુદ્ધ ગુર્જર ભાષામાં ‘સમયસાર’ની પ્રત કરી શકાય તો તેમ કરતાં વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે. (પૃ. ૬૪૩)
સમયસાર નાટક (બનારસીદાસજી)
‘એક પરિનામકે ન કરતા દરવ દોઇ, દોઇ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઇ દર્વ કબહૂં ન કરે,
દોઇ કરતૂતિ એક દર્વ ન કરતું હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં,
અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,
ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.
– સમયસાર
એક પરિનામકે ન કરતા દરવ દોઇ,
વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કોઇ પ્રકારે જડ થઇને પરિણમે નહીં, અને જડનું