Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૯૫
વિચારસાગર
જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આગમ એટલે આતે કહેલા પદાર્થની શબ્દદ્વારાએ કરી ૨ચનારૂપ શાસ્ત્ર. આપ્તના પ્રરુમાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ. સમ્યફદર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન. સમ્યફદર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય? તેથી સમ્યક્રદર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. આપ્તપુરુષ સુધાતૃષાદિ અઢાર દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આખ ભગવાન છે.
આપ્ત ભગવાન નિર્દીપ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે. (પૃ. ૭૬૧) વિચારમાળા I વૈરાગ્ય અને ઉપશમના હતુ એવા “યોગવાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીનો
કરેલો ‘વિચારમાળા' ગ્રંથ સટીક અવલોકવા યોગ્ય છે. (પૃ. ૪૦૫). | વિચારસાગર |
“વિચારસાગર' અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ. એક વાસ્તવ્ય માર્ગ. “વિચારસાગર'
ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૨૬) T કૃષ્ણદાસના સંગમાં ‘વિચારસાગર'ના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. (પૃ. ૩૪૫) ‘યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ, “પંચીકરણ’, ‘દાસબોધ” તથા “વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઇ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે, તેમજ વિચારવો યોગ્ય છે. જૈનપદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય
નથી. (પૃ. ૫૪૨) 1 અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે
ઇશ્વરેચ્છા” જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષભાઇઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરકતપણું રાખવું, સત્પરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે