Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સમયસાર નાટક (ચાલુ)
૬૯૮ જડત્વપરિણામ તે કોઇ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં; એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારના પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં; અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે.
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ;' તેમ જ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિષે હોય નહીં; માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, - બે પરિણામને ધારણ કરી શકે નહીં.
એક કરતૂતિ દોઇ દર્વ કબહૂ ન કરે,' માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે.
જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે ? અર્થાત્ ન જ કરે.
દોઈ કરતૂતિ એક દર્વ ન કરતું હૈ;' તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે
“જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં,' જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ
અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ;' પોતપોતાનાં સ્વરૂપથી કોઇ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે,
જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,' દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો યુગલને વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઇતું નથી; એમ ગણી કહે છે કે,
ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.' કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ . એમ જ છે.