Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
વિચારસાગર (ચાલુ)
૬૯૬
છે, એવા વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્યરુષનો સમાગમ ગણવો.
(પૃ. ૩૭૩) | વૈતાલીયઅધ્યયન
જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં “વૈતાલીયઅધ્યયન જેવાં વચનો
વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. (પૃ. ૨૬૬). શાંતસુધારસ
વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા “શાંતસુધારસાદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે. (પૃ. ૩૧૩). D “શાંતસુધારસમાં કહેલી ભાવના, “અધ્યાત્મસાર'માં કહેલો આત્મનિશ્રયાધિકાર એ ફરી ફરી મનન
કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. (પૃ. ૩૧૮). 1 શ્રી “શાંતસુધારસ'નું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા યોગ્ય છે, તે કરશો. (પૃ. ૬૭૨). " | શિક્ષાપત્ર
“શિક્ષાપત્ર' ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક્ટકારે છે, જે વિચારી મુમુક્ષુ સ્વગુણ કરવાયોગ્ય છે. શ્રીકૃષ્ણાદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત્ સંદેહનો હેતુ થાય એવો છે, તથાપિ તેમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ સમજ્યાફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. (પૃ. ૩૯૨) શ્રીમદ્ ભાગવત્ (વ્યાસ ભગવાન) | | વ્યાસ ભગવાન વદે છે કે -
इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा ।
भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गति : || ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. (પૃ. ૨૨૮) ‘સત્યં પરં ઘીમષ્ટિ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. (શ્રીમદ્ ભાગવત) (પૃ. ૩૦૭) ષદર્શનસમુચ્ચય || શ્રી “આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષડ્રદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને
વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે
બન્ને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઈત્યાદિ. (પૃ. ૭૮૩) | મૂળ અખાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે,
તોપણ “ષદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં ૧૪૧થી ૧૪૩ સુધીના પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કિંઈક સમજાવ્યું છે, તે વિચારવાનું બને તો વિચારશો. (પૃ. ૫૧૦)