Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
યોગવાસિષ્ઠ (ચાલુ)
૬૯૪ D આપનું (શ્રી મનસુખરામભાઇનું) “યોગવાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ
શમાવવાને એ શીતળ ચંદન છે. (પૃ. ૨૧૮). “યોગવાસિષ્ઠ' નાં પ્રથમનાં બે પ્રકરણ, “પંચીકરણ', “દાસબોધ” તથા “વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે, તેમ જ વિચારવો યોગ્ય છે. જૈન પદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય નથી. (પૃ. પર) અત્રેથી યોગવાસિષ્ઠનું પુસ્તક મોકલ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરીને વાંચવું તથા વારંવાર વિચારવું
યોગ્ય છે. (પૃ. ૬૦૭). યોગશાસ્ત્ર (હેમચંદ્રાચાર્ય) | D હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર' નામે ગ્રંથ રચ્યો છે. (પૃ. ૧૪) દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી.
યોગશાસ્ત્ર'માં તેના ઘણા પ્રસંગો છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા યોગ્ય છે. (પૃ. ૬૨૫) | નમો દુર્વાસા વૈરિવારનવાર,
अर्हते योगिनाथाय महावीराय तायिने । શ્રી હેમચંદ્રાચાર્ય “યોગશાસ્ત્ર” ની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે. “વાર્તા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંત પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અર્હત્ થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાર્થ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.” અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “યોગશાસ્ત્રનો સાર સમાવી દીધો છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર
વસ્તુસ્વરૂપ, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઇએ. (પૃ. ૬૭૧) : રત્નકરડશ્રાવકાચાર I આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ, આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ઘરી રાખે તે ધર્મ. સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મત્યાં બંધનો અભાવ છે. સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ઝારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ.