Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
s૯૩
યોગવાસિષ્ઠ
આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્ય છે. યમથી માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. યોગદ્ગષ્ટિસમુચ્ચય' માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય
છે. વારંવાર તે વિચારવા યોગ્ય છે. (પૃ. ૬૧૪) T “પડ્રદર્શનસમુચ્ચય” ને “યોગદૃષ્ટિસમુચ્ચય' નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે.
પડ્રદર્શનસમુચ્ચય' નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. (પૃ. ૪૭૧) યોગબિંદુ (હરિભદ્રાચાર્ય) D શ્રી હરિભદ્રાચાર્યે ‘યોગવૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. યોગબિંદુ નામે યોગનો બીજો ગ્રંથ પણ
તેમણે રચ્યો છે. (પૃ. ૬૧૪) યોગવાસિષ્ઠ | I આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાયા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે.
યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પોષક છે, તે વિચારવામાં હરકત નથી. (પૃ. ૩૯૮) “યોગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્યાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત
કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે. (પૃ. ૪૨૨) T વિશેષે કરીને “વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યનાં કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી
ફરી વિચારવા જેવા છે. (પૃ. ૩૨૦) 1 યોગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. (પૃ. ૨૭૭) g “યોગવાસિષ્ઠ વૈરાગ્ય ઉપશમાદિના ઉપદેશ સહિતનાં શાસ્ત્રો છે. તે વાંચવાનો જેટલો વિશેષ પરિચય
થાય તેટલો કરવો ઘટિત - યોગ્ય છે. (પૃ. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા યોગવાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીનો
કરેલો “વિચારમાળા' ગ્રંથ સટીક અવલોકવા યોગ્ય છે. (પૃ. ૪૦૫) D “યોગવાસિષ્ઠ'ની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી એટલે હમણાં ફરી
વાંચવાનું બંધ રાખી “ઉત્તરાધ્યયનસૂત્ર” વિચારશો; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાને વિચારશો, કેમકે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દૃષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્થે “યોગવાસિષ્ઠ”, “ઉત્તરાધ્યયનાદિ’ વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૩૪). T સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે
યોગવાસિષ્ઠ”, “ઉત્તરાધ્યયન', “સૂત્રકૃતાંગાદિ' વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો. (પૃ. ૪૧૪).