Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| સુખ (ચાલુ)
૬૫૨ || વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
(પૃ. ૨૦) D સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ. (પૃ. ૭૯૫) | સંબંધિત શિર્ષક સમાધિસુખ સુખદુઃખી D સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. (પૃ. ૧૪). T સુખદુઃખ, ધનપ્રાપ્તિઅપ્રાપ્તિ એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના
ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે; અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઇ જાય છે. સુખદુ:ખનું ખરું કારણ કર્મ જ છે. સુખદુ:ખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઈન્દ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન
નથી. (પૃ. ૭૮૫). D પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ
સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે. (પૃ. ૩૨૦) | સુખદુઃખ પર સમભાવ કરું. (પૃ. ૧૩૮) D દુઃખસુખથી ઉપરાંઠા થવું. (પૃ. ૧૦)
ઇશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી,
અથવા દુ:ખી હોય તો દુ:ખ વેદતો નથી. દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. (પૃ. ૨૨૪) D તારા દુઃખ-સુખના બનાવોની નોંધ, આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો, સંભારી જા. (પૃ. ૪) T સંબંધિત શિર્ષકો દુઃખ, દુઃખલય ઉપાય સુધારસ) | આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક
અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઇએ. (પૃ. ૩૮૫) અમારો આશય તે જ્ઞાન (બીજજ્ઞાન) વિષે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. (૧) જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઇ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને
તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો
તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ છે. (૨) જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે
વ્યવહાર-પરમાર્થસ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ