________________
| દશવૈકાલિક (ચાલુ)
૬૮૨ સર્વ જિન ભગવંતોએ આશ્રર્યકારક (અદ્ભુત ઉપકારભૂત) એવું તપ કર્મ નિત્યને અર્થે ઉપદેડ્યું. (તે આ પ્રમાણે :) સંયમના રક્ષણાર્થે સમ્યફવૃત્તિએ એક વખત આહારગ્રહણ. (દશવૈકાલિકસૂત્ર.) (પૃ. ૨૭) દશવૈકાળિકસૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા, અનાત્માનાં સ્વરૂપને જાણો, એ જાણવાની
પરિપૂર્ણ આવશ્યકતા છે. (પૃ. ૧૧૮). T સંયતિ ઘર્મ :
૧. અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૨. અયત્નાથી ઊભા રહેતા પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૪. અયત્નાથી શયન કરતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૫. અયત્નાથી આહાર લેતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૬. અયાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૭. કેમ ચાલે ? કેમ ઊભો રહે? કેમ બેસે ? કેમ શયન કરે ? કેમ આહાર લે? કેમ બોલે? તો પાપકર્મ
ન બાંધે ? ૮. યત્નાથી ચાલે; યત્નાથી ઊભો રહે; યત્નાથી બેસે; યત્નાથી શયન કરે; યત્નાથી આહાર લે;
યત્નાથી બોલે; તો પાપકર્મ ન બાંધે. ૯. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યફ પ્રકારે સર્વ જીવને જુએ,
આસ્ત્રવ નિરોધથી આત્માને દમે: તો પાપકર્મ ન બાંધે. ૧૦.પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને) સર્વ સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં) શું કરે,
કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી? ૧૧. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઇએ; બન્નેને શ્રવણ કરીને જાણ્યા પછી જે
શ્રેય હોય, તે સમાચરવું જોઇએ. ૧૨. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતો નથી, કે તે
બન્નેનાં તત્ત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? ૧૩. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમ જ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું
સ્વરૂપ જાણે. ૧૪. જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આગતિને જાણે. ૧૫. જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ-આગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે. ૧૪. જ્યારે પુષ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે, ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઇચ્છાથી
નિવૃત્ત થાય. ૧૭. જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર