________________
દેવાગમસ્તોત્ર (ચાલુ)
કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભકિતમાનને પ્રગટે એમ સૂચવ્યું. (પૃ. ૬૭૯-૮૦)
દ્રવ્યસંગ્રહ
0
૬૮૮
मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्टणि अत्थेसु, थिरमिज्छह जइ चित्तं विचित्तझाणप्पसिद्धी ||४९||
पणतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झाएह; परमेट्टिवाचयाणं अण्ण ૬ ગુરૂવસેળ ||
જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. जं किंचि वि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू,
लवणय एयत्तं तदाहु तं तरस णिच्चयं झाणं ॥ ५६ ॥
ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. (પૃ. ૬૩૦)
દ્વાદશાંગ
D તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વીતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્માપુરુષો નિરંતર ધ્યાન કરે છે; અને તે પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતીતિથી અનુભવે છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને તદ્દાશ્રિત આજ્ઞાંક્તિ મહાત્માઓએ બીજાં અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. આ પ્રમાણે દ્વાદશાંગના નામ છે ઃ
(૧) આચારાંગ,
(૪) સમવાયાંગ,
(૭) ઉપાસકદશાંગ, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (પૃ. ૫૭૯)
(૨) સૂત્રકૃતાંગ,
(૫) ભગવતી,
(૮) અંતકૃતદશાંગ, (૧૧) વિપાક અને
(૩) સ્થાનાંગ, (૬) જ્ઞાતાધર્મકથાંગ,
(૯) અનુત્તરૌપપાતિક, (૧૨) દૃષ્ટિવાદ.
સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. (પૃ. ૭૬૫)
દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઇ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. (પૃ. ૭૬૫)
પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ