________________
६८७
દેવાગમસ્તોત્ર (ચાલુ) | મહાન નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્ત્વ તો માયાવી ઇન્દ્રજાળિયા પણ દેખાડી શકે.” ત્યાર સદેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તો કે વીતરાગપણે એમ આગળ બતાવે છે. તેઓએ દેવાગમતોત્ર (ઉપર જણાવેલ સ્તુતિ આ સ્તોત્રનું પ્રથમ પદ ) અથવા આપ્તમીમાંસા રચેલ છે. તત્ત્વાર્થસૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તોત્ર લખાયો છે. અને તે પર અષ્ટસહસ્ત્રી ટીકા તથા ચોરાશી હજાર શ્લોકપુર “ગંધહસ્તી મહાભાષ્ય' ટીકા રચાયાં છે.
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां,
ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. આ એનું પ્રથમ મંગલ સ્તોત્ર છે - મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેરા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું. (પૃ. ૬૭૨)
मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृताम्,
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये. મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઇ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદું છું. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે; બંધ, બંધનાં કારણો આસ્ત્રવ, પુણ્ય પાપકર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મોક્ષ, મોક્ષના માર્ગની, સંવરની, નિર્જરાની, બંધનાં કારણો ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો,અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅજીવાદિ નવ તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો. મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મક્ત પરષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઇ શકે છે, મુક્ત થઇ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કમરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું; અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવી કરી દેહધારીપણે તોડયા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. કરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેઘાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. વિશ્વતત્ત્વના જ્ઞાતા, રામસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકોલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ