Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૮૧
દશવૈકાલિક
અંધપણે તે માર્ગ કહે છે; અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે, મહાઅનર્થ છે, એમ વિમાસતાં પૂર્વરાધન જાગૃત થાય અને ઉદય ી ભવાંત કરે તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરી તેવા ઉપદેરાકનો પણ આ ભંગને વિષે સમાસ કર્યો હોય એમ લાગે છે.
(૩) પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ,
(૪) પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે ‘અભવ્ય કે દુર્ભાવ્ય' જીવ.
એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જિનાગમ વિરોધ નહીં પામે. (પૃ. ૪૩૮)
(૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (૪) ૨સલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી ‘ઠાણાંગસૂત્ર’ માં કહ્યું છે. (પૃ. ૬૭૮)
D ‘ઠાણાંગસૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી. (પૃ. ૭૪૫) તત્ત્વાર્થસૂત્ર
D ‘તત્ત્વાર્થસૂત્ર’ વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. (પૃ. ૬૬૨)
દર્શનપ્રામૃત (કુંદકુંદાચાર્ય)
— શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુઘ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાગ્યેથી જ મુક્તિ થાય છે. (દર્શનપ્રાકૃતમાંથી) (પૃ. ૭૬૪)
દશવૈકાલિક
m
દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. (પૃ. ૧૮૪)
દશવૈકાલિકમાં પહેલી ગાથા ઃ
धम्मो मंगलमुद्धिं अहिंसा संजमो तवो;
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो.
એમાં સર્વ વિધિ સમાઇ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. (પૃ. ૭૭૯)
अहो जिणेहिं असावञ्जा, वित्ती साहूण देसिआ; मुक्खसाहणहेउस्स साहुदेहस्स
धारणा.
ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. (તે પણ શા અર્થે ?) માત્ર મોક્ષસાધનને અર્થે. મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઇ પણ હેતુથી નહીં.)
अहो निच्चं तवो कम्मं सव्व बुद्धेहिं वण्णिअं; लज्जासमा वित्ती, एगभत्तं च भोअणं.
जाव