Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૭૯
ઠાણાંગસૂત્ર કર્મગ્રંથ, “ગોમટસારશાસ્ત્ર' આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૨૦) - a “કર્મગ્રંથ' નામે શાસ્ત્ર છે, તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો, શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો
પરિચય રાખી શકો તો રાખશો. બેથી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે. (પૃ. ૫૭).
ગીતા
In પ્રવ ગીતા કોણે બનાવી? ઇશ્વરકૃત તો નથી? જો તેમ હોય તો તેનો કોઈ પુરાવો? ઉ૦ ઇશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઇશ્વરકત થઈ શકે; પણ નિત્ય અક્રિય
એવા આકાશની પેઠે વ્યાપક ઇશ્વરને સ્વીકાર્યું તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભપૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઇશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઇ દેહધારીથી તે ક્રિયા
બનવા યોગ્ય છે. (પૃ. ૪૨૮). | ગુરુગીતા
अज्ञानतिमिसंधानां ज्ञानांजनशलाकया;
नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી
ખોલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર. (પૃ. ૨૭૯) | ગોમ્મદસારશાસ્ત્ર
D “કર્મગ્રંથ', “ગોમ્મદસારશાસ્ત્ર આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૨૦) જિંબુદ્વીપપ્રજ્ઞપ્તિ 2 “જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ' નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન
સમજવું કે મિથ્યાત્વનું ટળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે; પણ
સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. (પૃ. ૭૨૦) ઠાણાંગસૂત્ર
(૧) ઠાણાંગમાં આઠ વાદી કહ્યા છે. તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું ? (૨) એ આઠ વાદથી કોઇ જુદો મારગ આદરવા જોગ હોય તો તે જાણવા સારુ આકાંક્ષા છે. (૩) અથવા આઠે વાદીના માર્ગનો સરવાળો કરવો એ જ મારગ છે કે શી રીતે ? અથવા તે આઠ વાદીના સરવાળામાં કાંઈ ન્યૂનાધિકતા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે? અને છે તો શું?' આમ લખ્યું છે; તે વિષે જાણવાનું કે, એ આઠ વાદીનાં બીજાં તે સિવાયનાં
().