Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ઉત્તરાધ્યયન સૂત્ર (ચાલુ)
૭૮ ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડતું નથી. (પૃ. ૭૮૨) T સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્ભવ થવાને અર્થે
“યોગવાસિષ્ઠ’, ‘ઉત્તરાધ્યયન”, “સૂત્રકૃતાંગાદિ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો. (પૃ. ૪૧૪) “યોગવાસિષ્ઠ'ની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ‘ઉત્તરાધ્યયનસૂત્ર' વિચારશો; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાને વિચારશો, કેમકે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દ્રષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચુકે છે; માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્થે “યોગવાસિષ્ઠ', ‘ઉત્તરાધ્યયનાદિ’ વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાદપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. (પૃ. ૪૩૪) D “ઉત્તરાધ્યયનસૂત્ર'માં બીજાં ઇચ્છિત અધ્યયન વાંચશો; બત્રીસમાની ચોવીશ ગાથા મોઢા આગળની
મનન કરશો. (પૃ. ૩૩૫). સૂયગડાંગ'નો જોગ હોય તો તેનું બીજું અધ્યયન, તથા ઉદકપેઢાળવાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમ જ “ઉત્તરાધ્યયન'માં કેટલાંક વૈરાગ્યાદિક ચરિત્રવાળાં અધ્યયન વાંચતા રહેજો.
(પૃ. ૩૩૫). D ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. (પૃ. ૧૫૮) . 1 પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે બીજું વાંચ્યું એમ ન
- ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઇક કોઇક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઇક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઇક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઇક જગ્યાએ સુગમ છે; તો નિયમપૂર્વક વાંચવાં. યથાશકિત ઉપયોગ દઈ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું.
(પૃ. ૬૮૬) ઉપદેશરહસ્ય (યશોવિજયજી) |
किं बहुणा इह जह जह, रागद्दोसा लहु विलिज्जंति,
तह तह पयंट्टिअव्वं, एसा आणा जिणिंदाणम् । કેટલુંક કહીએ? જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વરદેવની છે. (પૃ. ૩૫૮) કર્મગ્રંથ | “મોક્ષમાર્ગપ્રકાશ' ગ્રંથ વિચાર્યા પછી “કર્મગ્રંથ' વિચારવાથી પણ સાનુકૂળ થશે. (પૃ. ૬૨૫) “કર્મગ્રંથ' વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાથી, ત્યાગવૃત્તિના બળ, સમાગમ સમજાવા યોગ્ય છે. (પૃ. ૫૬૮).
0