Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આનંદઘનચોવીશી (ચાલુ)
૬૭૬
ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવો નથી, ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય. (૨) (પૃ. ૫૭૫)
તરતમ યોગે રે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર -પંથડો૦ (૫) જેમ યોગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો ‘તરતમ યોગે રે તરતમ વાસના રે'નો અર્થ થાય છે; અર્થાત્ કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો; કષાયયુકત બોઘ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થ બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવો વાસિત બોધ આધારરૂપ છે તે મારે નથી જોઇતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ જોઇએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે. પ્રરૂપે છે; પણ હે પ્રભુ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોધ જોઇએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઇએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. (પૃ. ૬૪). D આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે,
ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા;
ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ધા૨૦ (૧) એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું? તે વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૭૦), 1 પર પરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. (પૃ. ૪૬૬),
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે;
ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે. ધર૦ (૨) એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ
ક્રિયા સંસારના હેતુઓ છે. (પૃ. ૭૦૪) D આનંદઘનજીએ એક સ્થળે (શ્રી નમિનાથસ્વામીના રતવનમાં) એમ કહ્યું છે કે,
જિન થઈ “જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે;
ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે. પ૮ (૭) જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઇ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્રયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દ્રષ્ટાંત આપ્યું છે. (પૃ. ૩૩૭)