Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૬૫
હિંસા
હરિઇચ્છા 1 હરિ ઇચ્છા સુખદાયક જ છે. (પૃ. ૨૪૬) 2 અત્રે ભક્તિ સંબંધી વિદાલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું.
મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્ય સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. (પૃ. ૩૦૧) સર્વશક્તિમાન હરિની ઇચ્છા સદૈવ મુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે “હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.” આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઇચ્છા છે, અને તે ઇચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું. શ્રાવણ વદમાં આપને (શ્રી સૌભાગ્યભાઇને) વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું. (આ પત્ર શ્રાવણ સુદ ૧૧ના લખાયો છે.) જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. ખંભાતવાસી જોગ્યતાવાળાં જીવ છે, એમ અમે જાણીએ છીએ; પણ હરિની ઇચ્છા હજુ થોડો વિલંબ
કરવાની દેખાય છે. (પૃ. ૨૯૨-૩) 0 હરિ ઇચ્છાથી જીવવું છે, અને પરેચ્છાથી ચાલવું છે. (પૃ. ૨૮૮). D સંબંધિત શિર્ષક: ઇચ્છા હિંસા T હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. (પૃ. ૧૪૦) | સામાન્યપણે અસત્યાદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પણ વિશેષ દ્રષ્ટિએ તો હિંસા કરતાં અસત્યાદિનું
પાપ એકાંતે ઓછું છે એમ ન સમજવું, અથવા વધારે છે એમ પણ એકાંતે ન સમજવું. હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેનો બંધ કર્તાને થાય છે. તેમ જ અસત્યાદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે. કોઇએક હિંસા કરતાં કોઇએક અસત્યાદિનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે, તેમ જ કોઈએક અસત્યાદિ કરતાં કોઈએક હિંસાનું
ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે. (પૃ. ૬૦૧) T બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધે કર્યો છે, જે હજુ સુધી કાયમ છે. બ્રાહ્મણો
યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધ સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધ જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. (પૃ. ૭૮૦)