Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫૯
સ્વધર્મ | D “મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે,
અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. (પૃ. ૨૮૮) ભક્તિપ્રધાનદશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રધાન આશય
જ્ઞાની પુરુષોનો છે. (પૃ. ૩૪૦) T બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં
સ્વચ્છંદપણું વિલય થાય છે. સ્વચ્છેદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે. (પૃ. ૭૪૧) જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વછંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા
માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. (પૃ. ૧૭૧) 0 સ્વછંદ ટળે તો જ મોક્ષ થાય. (પૃ. ૬૮૮) | સ્વધર્મ | T બીજા સાધુ વિષે તમારે (શ્રી પ્રભુશ્રીજીએ) કાંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ
જૂનાધિકપણું તેમના ચિત્તમાં રહે તોપણ વિક્ષેપ પામવો નહીં. તેમના પ્રત્યે બળવાન અદ્વેષભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે. (પૃ. ૫૬૯) I શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને
તે ભક્તિ “સ્વધર્મ'માં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ “આત્મસ્વભાવ' અથવા “આત્મસ્વરૂપ” થતો હોય તો ફરી “સ્વધર્મ સહિત ભક્તિ કરવી' એમ આવવાનું કારણ શું? એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે :સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં “સ્વધર્મ' શબ્દનો અર્થ “વર્ણાશ્રમધર્મ છે. જે બાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે વર્ણનો શ્રુતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણધર્મ છે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદા સહિત તે તે આશ્રમમાં વર્તવું તે “આશ્રમધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણવર્ષે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તો “સ્વધર્મ કહેવાય, અને જો તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ઘર્મને આચરે તો “પરધર્મ' કહેવાય; એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે “સ્વધર્મ” કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ કહેવાય. તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમ સહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું; ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા: એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ' કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તો તે “સ્વધર્મ