Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સ્વધર્મ (ચાલુ)
SSO કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ' કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ શબ્દ સમજવા યોગ્ય છે; અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે “સ્વધર્મ' શબ્દથી કહ્યો છે. ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો “સ્વધર્મ' છે. એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે “સ્વધર્મ” શબ્દ કહ્યો નથી, કેમકે ભક્તિ “સ્વધર્મ'માં રહીને કરવી એમ કહ્યું છે, માટે સ્વધર્મનું જુદાપણે પ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં પ્રહણ છે. જીવનો “સ્વધર્મ ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે ક્વચિત જ “સ્વધર્મ” શબ્દ સંપ્રદાયોએ ગ્રહણ કર્યો છે, અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે “સ્વધર્મ' શબ્દ
સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત્ શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે. (પૃ. ૫૦૬). T સંબંધિત શિર્ષક: ધર્મ સ્વભાવ | આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ
કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. '
(પૃ. ૭૬૨). D “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું” એ જ મુખ્ય તો સમજવાનું છે. (પૃ. ૧૯૫)
પ્રારબ્ધયોગથી જે બને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી પરમપદનો ઉપદેશ કર્યો છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાનો જેના યોગનો સ્વભાવ છે, તેનો આત્મસ્વભાવ સર્વ જીવને પરમપદના ઉપદેશનો આકર્ષક હોય, તેવી નિષ્કારણ કણાવાળો હોય તે યથાર્થ છે. (પૃ. ૩૬) જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. (પૃ. ૪૫૪) જે સ્વરૂપસ્થિરતા ભજે તે “સ્વભાવસ્થિતિ પામે છે. (પૃ. ૭૨૦)
સંબંધિત શિર્ષક: ભાવ | સ્વયંબુદ્ધપણું ,
યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બૂઝયા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે; પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસદ્ગુરુથી અમુક બૂઝયા. હવે કોઇ પોતે વિચાર કરતાં બૂઝયા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોના કહેવાનો હેતુ એવો નથી કે સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્ગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેવે પોતાના વિચારથી અથવા બોધથી બૂઝયો કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ “સ્વયંબુદ્ધ' કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્ગથી નિશ્રય