Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સ્વરૂપવૃષ્ટિ (ચાલુ)
સ્વરૂપાવલોકનદૃષ્ટિ પરિણમે છે.
મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપવૃષ્ટિ સહજમાં પરિણમે છે. (પૃ. ૬૩૧) D સંબંધિત શિર્ષક : દૃષ્ટિ
સ્વરૂપસ્થિતિ
D અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. (પૃ. ૬૪૧-૨)
D આશંકા :- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી.
૨
સમાધાન :- વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે ‘કેવળભૂમિકા'ને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે.
આશંકા :સમાધાન :
આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઇએ અને જિનાગમમાં ના કહી છે. એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. ત્યાગવૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે.
આશંકા :
સમાધાન :- પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવો સિદ્ધાંત છે; અને વર્તમાનમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકનો કશો નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠ્ઠે ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઇક પ્રમાદદા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રોધક છે.
આશંકા :
આશંકા :
અત્રે તો સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તો તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે.
સમાધાન :- સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મનો નાશ ત્યાં થાય છે; તે પહેલાં કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તો તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય.
ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તો તે ઠીક છે; પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તો