Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૫૫
વિકલ્પી
જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં
આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. (પૃ. ૬૯૧). T સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.
(પૃ. ૧૫૬). T સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં
મોહી પડયો, (જ વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) (પૃ. ૧૬૫) D સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રોગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ
વિચારવો. (પૃ. ૧૦) D કટાક્ષ દૃષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી) (પૃ. ૧૩૭) D પુરુષવેદ ઉદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. (પૃ. ૧૦) T બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઇચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તદુંરૂપ તે જ ઇચ્છો.
(પૃ. ૧૧) T સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલો મૂચ્છભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થકરે
નિરૂપણ કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂછ હોતી નથી. (પૃ. ૬૮૧) 1 જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે; ત્યાં સુધી
આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. જ્યાં સુધી
મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. (પૃ. ૭૭૭) D સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તે. (પૃ. ૧૩૯) D આ સંસારને શું કરવો? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. (પૃ. ૧૫૬) T સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. (પૃ. ૧૧)
જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર; - દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ
ભણી દૃષ્ટિ કર. (પૃ. ૪). [ આ જગતમાં અતિ ગહન શું? સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર. (પૃ. ૧૫) 1 સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. (પૃ. ૧૫૫) 0 બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું
પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો તે બાઈ, તમને હું વંદન કરું છું.
વિરકલ્પી | T સ્થવિર = સ્થિર, જામેલ.