Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સાધન (ચાલુ)
૬૩૬ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર
પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.' (પૃ. ૨૦૯-૧૦) I પરમાર્થચિંતા હોય એ વિષય જુદો છે; વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ
પામવાનું સાધન છે. (પૃ. ૨૫૮) જે સાધનો બતાવે તે તરવાનાં સાધનો હોય તો જ ખરાં સાધન. બાકી નિષ્ફળ સાધન છે. વ્યવહારમાં
અનંતા ભાંગી ઊઠે છે, તો કેમ પાર આવે? (પૃ. ૭૧૪) 1 તમને (શ્રી પ્રભુશ્રીજીને) અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે; અને તે
જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. (પૃ.૪૧૪) દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સપુરુષની સમીપ આવવાનાં સસાધન છે.
(પૃ. ૭૩૪) T અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. (પૃ. ૨૧૯). જ્ઞાની પુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સપુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઇએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.
(પૃ. ૪૪૭-૮). | સર્વ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સપુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા
કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમકાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. (પૃ. ૩૭૨)
સત્સંગ, સાસ્ત્ર અને સદ્ગત એ ઉત્તમ સાધન છે. (પૃ. ૩૩૫). T સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી પુરુષનો સમાગમ ગણવો. (પૃ. ૩૭૩)
અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એકે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તો ખચીત હોય છે.) (પૃ. ૩૪૯-૫૦) જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.