Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સાધુ (ચાલુ)
૬૪૦
દેવકરણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાધ ઓછો થાય.
તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઇ તે જોકે ઘટા૨ત થયું નથી, તમને કાંઇ પ્રાયશ્ચિત આપે તો તે લેવું, પણ કોઇ જ્ઞાનવાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઇએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે, કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. પર્યુષણાદિમાં પત્રવ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઇ હોવાથી તેનો લોક નિષેધ કરતા નથી, તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશો, તોપણ હરકત નથી; એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને અંદેશો નહીં થાય. (પૃ. ૪૦૧-૩)
તે કાગળનો (પ્રભુશ્રીજીના કાગળનો) ઉત્તર અત્રેથી લખ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે.
પત્ર-સમાચારાદિનો જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ‘ના’ કહી છે, પણ તે ‘ના’ જ્ઞાનીપુરુષના કોઇ તેવા પત્ર-સમાચા૨માં અપવાદરૂપે લાગે છે. કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે જ્ઞાનારાધનાર્થે પત્ર-સમાચાર વ્યવહાર છે. એમાં અન્ય કંઇ સંસારાર્થ હેતુ નથી, ઊલટો સંસારાર્થ મટવાનો હેતુ છે; અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. જેથી જ્ઞાનીપુરુષની અનુજ્ઞાએ કે કોઇ સત્સંગી જનની અનુજ્ઞાએ પત્ર-સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે, એમ કહી શકાય નહીં; તથાપિ તમને સાધુએ પચખાણ આપ્યાં હતાં તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે. પચખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો તે ભંગ કરવાનો હેતુ શો છે ? જો તે પચખાણ લેવા વિષેમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું તો તે તમારે લેવાં ઘટે નહીં, અને જો કોઇ લોકદાબથી તેમ થયું તો તેનો ભંગ કરવો ઘટે નહીં, અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તોપણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં; કારણ કે જીવ રાગદ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે; તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણી વાર વિપર્યય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પચખાણ કર્યું છે, તે અપરાધ યોગ્ય છે, અને તેનું પ્રાયશ્ચિત પણ કોઇ રીતે ઘટે છે.
‘પણ કોઇ જાતની સંસારબુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઇચ્છા નથી, આ જે કંઇ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કોઇ જીવના કલ્યાણની વાત વિષેમાં છે, અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઇ અંતર ક્લેશવાળું થતું હતું; એટલે જેમાં કંઇ સંસારાર્થ નથી, કોઇ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે, એમ ગણી લખવાનું થયું છે. મહારાજે પચખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતાં કે કોઇ સંસારી પ્રયોજનમાં એથી હું ન પડી જાઉં; અને તે માટે તેમનો ઉપકાર હતો, પણ મેં સંસારી પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી; તમારા સંઘાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી; તોપણ એક પ્રકારે મારી ભૂલ છે તો તે અલ્પ, સાધારણ પ્રાયશ્ચિત આપી ક્ષમા આપવી ઘટે છે. પર્યુષણાદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે, તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે અને જ્ઞાનચર્ચા લખાય તોપણ અડચણ નથી,' એ વગેરે ભાવ લખેલ છે.
તમે (શ્રી અંબાલાલભાઇ) પણ તે તથા આ પત્ર વિચારી જેમ ફ્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. કોઇ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતાં સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્રિત લેવામાં બાધ નથી. તેઓ વગર પ્રાયશ્રિતે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તોપણ તમારે એટલે સાધુ લલ્લુજીએ