Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સંયમ (ચાલુ)
૨૮
ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે. (પૃ. ૫૬૬)
D સત્શાસ્ત્ર, સદ્ગુરુઆશ્રયે જે સંયમ તેને ‘સરાગસંયમ' કહેવાય. નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે સરાગસંયમમાંથી ‘વીતરાગસંયમ’ થાય. તેને નિવૃત્તિ અનિવૃત્તિ બરાબર છે. (પૃ. ૭૦૫)
આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્યમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાનીપુરુષોએ ઉપદેશ્યો છે, જે પ્રાયે તમને (શ્રી પ્રભુશ્રીજીને) પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સત્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સત્પુરુષોનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. (પૃ. ૫૬૨-૩)
D - સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને ‘પરમાર્થસંયમ' કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને ‘વ્યવહારસંયમ' કહ્યો છે. કોઇ જ્ઞાનીપુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા(લક્ષ વગર)એ જે વ્યવહારસંયમમાં જ ૫૨માર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહા૨સંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઇ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાનીપુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા ‘વ્યવહા૨સંયમ'ને પણ પરમાર્થસંયમ કહ્યો છે. (પૃ. ૪૯૦)
D આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. (પૃ. ૬૦૫)
I મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્યપ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, અંતપર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે, એ નિઃસંદેહ છે. (પૃ. ૬૫૨)
જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતો નથી, કે તે બન્નેનાં તત્ત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ?
જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમ જ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. (પૃ. ૧૮૫)
સદ્ગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. (પૃ. ૭૪૯)
જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. (પૃ. ૪૩૮, ૭૯૯)
D જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ' થાય છે.
હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઇ દિવસ શિથિલ કરીશ નહીં. (પૃ. ૬૩૨)