Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સંગ(ચાલુ)
૬૨
જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેનો સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લૌકિક ભાવના છે. (પૃ. ૯૫). T સત્ શ્રદ્ધા પામીને જે કોઇ તમને ધર્મ નિમિત્તે ઇચ્છે તેનો સંગ રાખો. (પૃ. ૨૫૦) T “સત’ને વિષે પ્રીતિ, “સત્રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર
સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી. સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. (પૃ. ૨૮૨) આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવો જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઇ મોટા પુણ્યનો જોગ છે, અને તેવો
પુણ્યજોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાયે આ જગતને વિષે દેખાય છે. (પૃ. ૩૬૫). |જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. (પૃ. ૭૫૩) D વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. (પૃ. ૪૫૮) I આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ
આવિર્ભત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. (પૃ. ૪૮૮) જીવ અહંકાર કરી બાઘક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઠી ગતિનાં કારણો છે. સાચા સંગ
વગર આ દોષ ઘટે નહીં. (પૃ. ૭૨૯). D સંગ અને સ્નેહપાશનું ત્રોડવું (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજો કોઈ ઉપાય નથી.)
(પૃ. ૮૨૯) D છેવટે આજે, કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે, આનો (પરમકૃપાળુદેવનો) સંગ થયા પછી
સર્વ પ્રકારે નિર્ભય રહેતાં શીખવું. આપને (શ્રી સોભાગભાઇને) આ વાક્ય કેમ લાગે છે ? (પૃ. ૨૫૫) D સંબંધિત શિર્ષકો : અસંગ, સત્સંગ, સમાગમ, સર્વસંગપરિત્યાગ સંજ્ઞા D સંજ્ઞા = કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિવિશેષ અથવા સ્મૃતિ. (પૃ. ૫૭૦) D સંજ્ઞા એ જ્ઞાનનો ભાગ છે. પણ પરિગ્રહસંજ્ઞા લોભપ્રકૃત્તિમાં સમાય છે; મૈથુનસંજ્ઞા વેદપ્રકૃતિમાં સમાય
છે; આહાર સંજ્ઞા વેદનીયમાં સમાય છે; અને ભયસંજ્ઞા ભયપ્રકૃતિમાં સમાય છે. (પૃ. ૭૫૮-૯)
સંબંધિત શિર્ષક: લોકસંજ્ઞા સંત T સંતને શરણ જા. (પૃ. ૨૫૨)