________________
સંસાર (ચાલુ)
૬૩૨
જઇએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાનાં પ્રકારના ખરાબા અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીઓરૂપી ખરાબા અને કામરૂપી તોફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતો છતાં વડવાનળ નામના અગ્નિનો તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બળ્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડો ઊતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઊંડો ઊતરે છે, એટલે મજબૂત પાયા કરતો જાય છે.
૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહા તાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળેલો જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી બળેલો જીવ અનંત દુઃખરૂપ નરકથી અસહ્ય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુનો ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાંનો તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઈંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે, ‘તેમ સંસારમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઈંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે'.
૩. સંસા૨ને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકારમાં જેમ સીંદરી સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપ બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભોગવે છે, તેમ સંસારમાં બેભાન થઇને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મોહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઇત્યાદિકનો ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લોભ, માયાદિકનો ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે.
રહે છે,
૪. સંસારને ચોથી ઉપમા શકટચક્રની એટલે ગાડાનાં પૈડાંની છાજે છે. ચાલતાં શકટચક્ર જેમ ફરતું સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક્ર જેમ આ૨ા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે.
‘સંસારને' જેટલી અધોઉપમા આપો એટલી થોડી છં. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્ત્વ લેવું યોગ્ય છે.
૧. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિઘ્ન રસ્તો શોધી કાઢયો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યો છે, જે નિર્વિઘ્ન છે.
૨. અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઇ જાય છે, તેમ વૈરાગ્યજળથી સંસારઅગ્નિ બૂઝવી શકાય છે.
૩. અંધકારમાં જેમ દીવો લઇ જવાથી પ્રકાશ થઇ જોઇ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિર્બુઝ દીવો સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે.
૪. શકટચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક્ર રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી.