Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૩૩
સંસાર (ચાલુ) | એમ એ સંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન
કરવું; અને બીજાને બોધવું. (પૃ. ૭૧-૨) U જ્ઞાનીઓએ એને (સંસારને) અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત. ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપે જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યો પણ એ સંસારની ઝેર વિના રહી નથી. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઇને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ
ભણી પાછું વાળી જોવા જેવું નથી, ત્યાં દુઃખ, દુ:ખ ને દુ:ખ જ છે. દુ:ખનો એ સમુદ્ર છે. (પૃ. ૯૫-૪) T સદ્ગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે,
અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. (પૃ. ૭૪૯) [ આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે
છૂટીશ? એ સંસાર મારો નથી; હું મોક્ષમતી છું (પૃ. ૩૫, ૭૨). સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ
નથી ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે. (પૃ. ૯0) D રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (પૃ. ૧૨૮). |સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. (પૃ. ૧૫૭) T કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી
જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં જે જાજ્વલ્યમાન છે.
(પૃ. ૨૧૦) T નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે; નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. (પૃ. ૨૧૮) બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ. તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે
કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. (પૃ. ૩૧૮) n આખા શરીરનું બળ, ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાની પુરુષનો બોધ લાગવાથી વિષયાદિરૂપ કેડનો ભંગ થાય છે. અર્થાત્ વિષયાદિનું તુચ્છપણું લાગે છે;