Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૨૧
સર્વજ્ઞ
પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચૌદે વિમાનોમાં સમ્યકુદ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી.
સમ્યફષ્ટિને સંસારભ્રમણ નથી. (પૃ. ૨૧) T સમ્યફષ્ટિ ચૈતન્યસંયોગે છે. (પૃ. ૭૦૫)
હે સમ્યફદર્શની ! સમ્યફચારિત્ર જ સમ્યફદર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. (પૃ. ૮૧૯) I કોણ ભાગ્યશાળી ? અવિરતિ સમ્યફષ્ટિ કે વિરતિ? (પૃ. ૧૫૯) [ સંબંધિત શિર્ષકો જ્ઞાની, સમકિતી
સરળતા
| સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.
D કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા ! બન્નેનો એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ
કર્યા. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં. આજના ઢુંઢિયા અને તપાને તેમ જ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલોક કાળ જાય. તેમાં કાંઇ છે. નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં. (પૃ. ૭૦૨)
સર્વજ્ઞ|
T સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે
ઈશ્વર. તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.
(પૃ. ૮૨૯-૩૦) 1 અહો ! સવોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ; અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ
સર્વજ્ઞદેવ; અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ; આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે. (પૃ. ૮૩૦) પોતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, અને પોતાનાં કર્મથી મુક્ત
થવાથી અનંતસુખ પામે છે. (પૃ. ૫૮૮) T સર્વજ્ઞ છે. રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવનો
સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને
સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. (પૃ. ૮૨૫) 0 જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. (પૃ. ૩૨૬) D સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે; અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતો દેખે નહીં. જો