________________
૨૩
સર્વસંગપરિત્યાગ (ચાલુ) ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી
અપ્રતિબદ્ધપણે વિચરે છે. (પૃ. ૩૧૯) T જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તો પણ તેમને
સર્વસંગપરિત્યાગાદિ સપુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. (પૃ. ૩૯) D શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ
જાણીને જ્ઞાની પુરુષોએ “અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્ગુરુ, સપુરુષ અને સલ્લાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના
કરી યથાર્થ બોધ પામે. (પૃ. ૪૮૯) T જો એમ જ ઠરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વસંગપરિત્યાગ કરવો તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ જીવો નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શુકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દ્રષ્ટાંતરૂપ છે. જો એવો જ નિયમ બાંધ્યો હોય કે ગૃહસ્થાશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તો પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરાવી કામભોગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય; અને મોક્ષસાધન કરવારૂપ જે મનુષ્યભવનું ઉત્તમપણું હતું, તે ટાળીને, સાધન પ્રાપ્ત થયે, સંસાર-સાધનનો હેતુ કર્યો કહેવાય. વળી એકાંતે એવો નિયમ બાંધ્યો હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમાદિ ક્રમે કરી આટલાં આટલાં વર્ષ સુધી સેવીને પછી ત્યાગી થવું તો તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગનો અવકાશ જ ન આવે. વળી જો અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણીએ તો તો કંઈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી, તે માટે શું સમજવું? જૈનમાર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો; તથારૂપ સત્સંગ સદ્ગુરુનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સટુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટાઉથ નથી એમ જિન સિદ્ધાંત નથી; તેમ કરવું યોગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવાં જ, એ તો જે મોક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું, તે ટાળી પશુવત્ કરવા જેવું થાય. ઇન્દ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી એવા મંદ વૈરાગ્યવાન અથવા મોહવૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી. પ્રથમથી જ જેને સત્સંગાદિક જોગ ન હોય, તથા પૂર્વના ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય; જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાપૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરલું પ્રશસ્ત છે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્ય પ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષ સાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી યોગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનનો હેતુ થતો હતો તેને રોકીને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી તેઓ મોક્ષસાધન આરાધશે જ