Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૦૯
સમ્યક્ત્વ (ચાલુ)
વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી.
વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. (પૃ. ૩૦૬)
D સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. (પૃ. ૪૭૦)
D સમ્યક્ત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ; અને મિશ્રગુણસ્થાનકનો નાશ થાય ત્યારે સમ્યક્ત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુણસ્થાનકે છે. (પૃ. ૭૦૫)
D પ્ર૦ સમ્યક્ત્વ શાથી પ્રગટે ?
૩૦ આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી.
સમ્યક્ત્વના બે પ્રકાર છે :- (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ.
સદ્ગુરુનાં વચનોનું સાંભળવું; તે વચનોનો વિચાર કરવો; તેની પ્રતીતિ કરવી; તે ‘વ્યવહારસમ્યક્ત્વ’. આત્માની ઓળખાણ થાય તે ‘પરમાર્થસમ્યક્ત્વ’.
અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી; માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું; આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ ‘કર્મ’ કહે છે.
સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, રામક્તિમોહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રકટે. (પૃ. ૭૦૯)
ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય. બાહુબલીજીને જેમ કેવળજ્ઞાન પાસે – અંતરમાં – હતું, કાંઇ બહાર નહોતું; તેમ સમ્યક્ત્વ પોતાની પાસે જ છે.
શિષ્ય કેવો હોય કે માથું કાપીને આપે તેવો હોય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. (પૃ. ૭૧૧)
પરમવૈદ્યરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે, તો તેનો કોઇ કાળે રોગ જાય નહીં. જીવ ખરેખરું સાધન કરતો નથી.
જેમ આખા કુટુંબને ઓળખવું હોય તો પહેલાં એક જણને ઓળખે તો બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યક્ત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણોરૂપી કુટુંબનું ઓળખાણ થાય.
સમ્યક્ત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતર્પરણામ કરે, તો સમ્યક્ત્વનો માર્ગ આવે. ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્યે ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત્પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઇ નથી. (પૃ. ૭૧૨)
મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે. (પૃ. ૭૧૨)
જીવને સત્પુરુષનો જોગ થાય, અને લક્ષ થાય, તો તે સહેજે યોગ્ય જીવ થાય; અને પછી સદ્ગુરુની આસ્થા હોય તો સમ્યક્ત્વ થાય. (પૃ. ૭૧૬)
— જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થાય, વૃત્તિ નિર્મળ થાય તે સત્પુરુષનાં વચન શ્રવણ થાય તો પછી સમ્યક્ત્વ થાય. (પૃ. ૭૧૮)