________________
| સમ્યકત્વ (ચાલુ)
૧૨ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોશે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે' ! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે. (પૃ. ૭૪૩). T સમ્યક્ત્વ કેવળજ્ઞાનને કહે છે :- “હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તું પણ
તે જ કાર્ય કરે છે; તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી; તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા
શાની? એટલું જ નહીં, પરંતુ તેને પામવામાં મારી જરૂર રહે છે'. (પૃ. ૭૪૩) 1 જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી થયો; ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઇચ્છા રાખનારે વાતની (નિગોદમાં અનંતા જીવ રહ્યા છે તેમ જ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા
નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે) પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. (પૃ. ૭૪૫) | સંબંધિત શિર્ષકો સમકિત, સમ્યક્દર્શન સમ્યકત્વ, ઉપશમ , |નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે
કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમસમ્યકત્વ કહીએ છીએ. (પૃ. ૫૨૦, ૭૨૦) અગિયારમેથી પડે છે તેને ‘ઉપશમસમ્યકત્વ' કહેવાય. લોભ વારિત્રને પાડનારો છે. ચોથે ગુણસ્થાનકે
ઉપશમ અને ક્ષાયિક બન્ને હોય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. પૃ. ૭૧૩) D ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ઉપશમસમ્યકત્વ' સંભવે છે. (પૃ. ૬૪૫) 0 ઉપશમસમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય
આવી ક્ષય થાય. (પૃ. ૭૬૪) |સંબંધિત શિર્ષક : ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ T નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે ‘કેવળજ્ઞાન” છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યક્ત્વ' છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિકસમ્યકત્વ' કહીએ છીએ. કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમસમ્યક્ત્વ” કહીએ છીએ. (પૃ. ૫૨૦, ૭૨) “ક્ષાયોપશમિક અસંખ્ય, સાયિક એક અનન્ય.” (અધ્યાત્મ ગીતા) મનન અને નિદિધ્યસન કરતાં આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો યોગ્ય છે. (પૃ. ૬૪૯-૫૦). T સંબંધિત શિર્ષક : ક્ષયોપશમ સમ્યકત્વ, ક્ષાયિક D નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે
કેવળજ્ઞાન” છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વત્ય કરે તે ક્ષાયિકસમ્યકત્વ' કહીએ છીએ. (પૃ. ૫૨૦, ૭૨૦)