Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૧૭
સમ્યક્દર્શન (ચાલુ) નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્રય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમજ થશે. (પૃ. ૩૯૪-૫). “આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે', “તેથી તે નિવૃત્ત થઈ શકે છે”, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. (પૃ. ૪૫૨-૩) D જગતના અભિપ્રાય પ્રત્યે જોઇને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે. (પૃ. ૩૨૫) * કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન તે મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન. (પૃ. ૮૨૪) આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની
પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે. (પૃ. ૬૦૫) I ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યક્દર્શન વિના વાસ્તવિકપણે જીવ
બવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યફદર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે. (પૃ. ૮૨૭) T સમ્યદર્શન, સમ્યાન, અને સખ્યારિત્રમાં સમ્મદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી
છે; જોકે સમ્યજ્ઞાનથી જ સમ્પર્શનનું પણ ઓળખાણ થાય છે, તોપણ સમ્પ્રદર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુ:ખના હેતુરૂપે હોવાથી સમ્યક્રર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યફદર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે; અને ક્રમે કરીને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકાંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મવિભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યફદર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યફસ્વભાવને પામે છે એ સમ્યક્દર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમ્યફદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઇ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યફચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યફજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગશ્રુત અને તે શ્રુતતત્ત્વોપદેષ્ટા મહાત્મા છે. (પૃ. ૫૭૭). સમ્યક્દર્શન વિના જ્ઞાન અસમ્યફ કહેવાય છે. (પૃ. ૮૨૬) 1 મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે. (પૃ. ૭૨૭)