Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૬૧૫
સમ્યક્દર્શન વિચારવાને ઝુંમર બતાવી કહ્યું; જો, તારા જેવી હજારો મળે છે. આખું ઝૂમર બતાવ્યા પછી સાચી મણિ બતાવી ત્યારે તેને તેની બરોબર કિંમત થઇ; પછી જૂઠીને જૂઠી જાણી મૂકી દીધી. પછી કોઈક સંગ મળવાથી તેણે કહ્યું કે તે આ મણિ જે સાચી જાણી છે એવી તો ઘણી મળે છે. આવાં આવરણોથી વહેમ આવી જવાથી ભૂલી જાય; પણ પછી જૂઠી દેખે. જે પ્રકારે સાચાની કિંમત થઈ હોય તે પ્રકારે, તે તરત જાગૃતિમાં આવે કે સાચી ઝાઝી હોય નહીં, અર્થાત્ આવરણ હોય, પણ પ્રથમની ઓળખાણ ભુલાય નહીં. આ પ્રકારે વિચારવાનને સદ્ગુરુનો યોગ મળતાં તત્ત્વપ્રતીતિ થાય, પણ પછી મિથ્યાત્વના સંગથી આવરણ આવતાં શંકા થઈ જાય, જોકે તત્ત્વપ્રતીતિ જાય નહીં પણ તેને આવરણ આવી જાય. આનું
નામ “સાસ્વાદન સમ્યક્ત્વ.” (પૃ. ૬૯૨-૩) સમ્યક્દર્શન
પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે. (પૃ. ૧૫૯) સમ્યફદર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન. સમ્યફદર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યફદર્શન કર્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે
પ્રગટ થાય? તેથી સમ્યફદર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. (પૃ. ૭૬૧) D જીવાદિ તત્ત્વો પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે “સમ્યફદર્શન'. ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ
પ્રહણ કરી શકે તે ‘દર્શન', એમ આગમમાં કહ્યું છે. “દર્શન' શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. (પૃ. ૫૮૪). T સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યફપ્રતીતિ થવી તે “સમ્યફદર્શન” છે. (પૃ. ૫૮૫) T બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જો એમ છે તોપણ ચિંતા નથી.
આત્માની આસ્થા છે કે તે પણ નથી ? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે, નિયત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને કર્તાભોક્તાપણું છે. જ્ઞાને કર્તાભોક્તાપણું પરયોગનું નથી. જ્ઞાનાદિ તેનો ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવત્ વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યદર્શન છે. (પૃ. ૨૪૨). સદ્ભાવની પ્રતીતિ-સમ્યફદર્શન. (પૃ. ૮૨૮) D શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યક્દર્શનના નિવાસનાં
સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ - “આત્મા છે. જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ - “આત્મા નિત્ય છે. ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવાર્તા છે. આત્મા ત્રિકાળવર્તી છે.